04/09/2017
રૂંધાતા ગળે તમને આટલી વિનંતી છે,લીમખેડાથી 5 કીમી સર્કલમાં આવેલા 8 આશ્રમોમા 1000 થી વધુ બાળકો આપણે કલ્પી ના શકીયે એવી અગવડો સાથે જીવી રહ્યા છે,એક ઓરડામાં 175 બાળકો રહે છે,પાથરવા છટાઈ નથી,ઓઢવા ચાદર નથી,શિયાળા મા હડફ નદી ના બર્ફીલા પાણીમાં સ્નાન કરે છે,5-7 ટુવાલ છે,જાતે અનાજ દળે છે,જાતે રાંધે છે,સ્કૂલ છૂટ્યા પછી હાંફતા પાછા આવે છે,પગમાં ચપ્પલ નથી ,જંગલના ઝાડી-ઝાંખરા અને કાંટા-કાંકરા વાગવાથી છાલા પડી જાય છે,આખો મા ફિકાસ અને દેહ મા કમજોરી આવી જાય છે,તેમ છતાં ભોંય પર સુતા પેહલા સારે જહાં સે અચ્છા હિંદોસ્તા હમારા ગાય છે.
આપને વિનંતી છે કે આપના કે આપના રિલેટિવ ના બાળકોના જે કપડાં એમના પહેરવામા ના આવતા હોય એવા દાહોદના બાળકો ને ખૂબ ઉપયોગી બનશે,જે અમે લોકો ઘરે જઈને એમની સાઈઝ પ્રમાણે પહેરાવીશું, આપના સહયોગ ની અપેક્ષા છે,ત્યાંના બાળકો ને ખાટલા,ગોદડા, ઓઢવાનું,ટુવાલ,સ્કૂલબેગ,કપડાં, સ્ટેશનરી જે પણ આપ સહયોગ કરી શકો એ માટે સંપર્ક કરો
ડો.રોહિત
02677-229655