09/11/2022
✍🏻 *છેલ્લા લગભગ દસ મહિનાથી AMC દ્વારા ગટર અને રોડનું કામ હાથમાં લીધેલ છે અને હાલ ની પરિ્થિતિમાં તો દિવાળી ના ત્યવહર પેહલાજ શુકન રેસીડેન્સી થી શુકન ગોલ્ડ સોસાયટીના મેઈન ગેટ આગળ ચાર ફુટ ખાડો ખોદીને આજદિન સુધી રોડનું કામ બંધ રાખીને સોસાયટી, દુકાન વાળા અને આપડા એરિયા જોડે જાણે અન્યાય કરી હાથે કરીને હેરાન કરી રહ્યા છે.*
*પેહલા ચોમાસુ પછી દિવાળી અને હવે ઈલેકશન નું બહાનું*
*સ્થાનિક કોર્પોરેટર ને મળી વારંવાર રજૂઆત કરી સાથે વંદેમાતરમ્ સોસાયટી એરિયા ના એસોસિયેશન માં રજૂઆત કરી છતાં કોઈ ફરક પડ્યો નથી. અમારી સોસાયટીના એક સભ્યનું તો અપમાન કરી નાખ્યું કે તમારે જેને કેહવુ હોય ત્યાં કહો હમણાં રોડ નહિ બને.*
*આ સિવાય રોડના લીધે વંદેમાતરમ ચાર રસ્તા પાસે કલાકો સુધી ટ્રાફિક જમ થાય છે તે અલગ. કોઈ ઇમરજન્સી હોય તો ક્યાં જવું.*
*આ અનુસંધાનમાં અમારી સોસાયટી ના સભ્યોએ નક્કી કરેલ છે કે હવે આપડે આપડી સોસાયટી બહાર બોર્ડ લગાવી ચૂંટણીનો વિરોધ કરીશું. કેમકે ઈલેકશન પછી આગળ કામ ક્યારે થશે તેનો કોઈ નક્કર જવાબ મળતો નથી.*
*આપણને પડતી મુશ્કેલીમાં આપ સર્વે તરફથી સાથ અને સહકાર મળી રહે તેવી અપેક્ષા રાખીએ છીએ.*